આઇલેન્ડ - 9

(47)
  • 4.1k
  • 1
  • 3k

પ્રકરણ-૯. પ્રવીણ પીઠડીયા. “બેવકૂફ, જીવણની બોડી પોલીસનાં હાથમાં કેવી રીતે આવી? તેને જંગલમાં જ દાટી દેવાનું કહ્યું હતું છતાં એ બસ્તીમાં કેમ કરતા પહોંચ્યો?” એક ઘેરો અવાજ ફોનમાં ગુંજયો અને ડાગા થથરી ગયો. “વજીર ક્યાં છે, એનો ફોન તારી પાસે કેમ છે? એ હરામખોરને ફોન આપ, મારે વાત કરવી છે કે તમે શું ઊકાળી આવ્યા છો?.” “બોસ, એ.. એ.. ટોયલેટમાં ગયો છે.” થોથવાતા અવાજે, માંડ-માંડ થૂંક ગળે ઉતારતા ડાગા બોલ્યો. જ્યારે હકીકત એ હતી કે વજીર તેની સામે જ ઉભો હતો પરંતુ ઈશારાથી જ તેણે ડાગાને ખોટું બોલવાનું કહ્યું હતું. જો આ સમયે બોસનો ફોન લીધો તો તેનું આવી બનવાનું