આઇલેન્ડ - 7

(52)
  • 4.3k
  • 1
  • 3.1k

પ્રકરણ-૭. પ્રવીણ પીઠડીયા. જીમીનો જીવ તેના જ ગળામાં આવીને સલવાયો હતો. કપાળે ભયંકર પરસેવો ઉભરાતો હતો. પસાર થતી એક એક ક્ષણ તેને મોતની ઓર નજીક લઈ જતી હતી. પિસ્તોલની નાળ એકદમ ઠંડી હતી છતા તેનો સ્પર્શ સળગતા અંગારાની જેમ તેને દઝાડી રહ્યો હતો. છેલ્લી ઘડીઓ ગણતો હોય એમ તેની પાપણો આપસમાં સખ્તાઈથી ભીડાઈ હતી. સાથોસાથ હેરાની ઉદભવતી હતી કે રસ્તા ઉપર કેમ કોઈ દેખાતું નથી. આવો સન્નાટો આજ પહેલા ક્યારેય તેણે અનુભવ્યો નહોતો. મનોમન તે પ્રાથના કરતો હતો કે અચાનક કોઈ આવી ચડે અને ડેનીનાં હાથમાંથી તેને બચાવી લે. પરંતુ અત્યારે એ શક્યાતા બહુ ઓછી જણાતી હતી. તે પથ્થરનાં કોઈ