આઇલેન્ડ - 6

(52)
  • 4.2k
  • 1
  • 3.2k

પ્રકરણ-૬. પ્રવીણ પીઠડીયા. જીમીએ બૂલેટને બરાબરનું ધમધમાવ્યું હતું. મિનિટોમાં તેણે વેટલેન્ડનો પૂલ વટાવ્યો અને હોસ્પિટલનાં રસ્તે પડયો હતો. હોસ્પિટલ સીધા રસ્તે જ આવતી હતી અને રસ્તો એકદમ ખાલીખમ હતો એટલે હવાની સાથે તેનું બૂલેટ ઉડતું જતું હતું. વેટલેન્ડનો પહેલો ચૌરાહો વટાવીને બીજા ચૌરાહે તે પહોંચ્યો જ હતો કે અચાનક તેનું હદય એક ધબકારો ચૂકી ગયું, તેની આંખો પહોળી થઈ અને કાળજું ગળામાં આવીને અટકી ગયું. ચાર રસ્તાની જમણી તરફથી એક એસયુવી કાર ફૂલ રફતારમાં તેની ઉપર ધસી આવતી દેખાઈ. તે કંઈ સમજે… કંઈ વિચાર કરે, એ કારની અડફેટથી બચવા કોઈ એકશન લે એ પહેલા તેના શરીરે આપોઆપ રિએકશન કર્યું હતું