ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 2

  • 3.3k
  • 1.7k

બધાં લોકો આશા ભરેલી નજરે મહર્ષિ સામે જોઇને રહ્યા હતા. મહર્ષિ અંતરયામી હતાં તે બધી જ વાત જાણતાં હતાં. પવનના સુસવાટાને ચિરતા એ તેજસ્વી મહર્ષિ એ ગામલોકોની શાંતિને ભંગ કરતાં એક વાક્ય છોડ્યું હતું. “ મનોગમતનું દર્શન થતાં હું જાણું છું કે આજથી ચાર વર્ષ પહેલાં એ કાળી રાતે બનેલા ભયંકર કૃત્યથી, આજે જન્મનાર બાળક અને તેની માતાના મોતનું કારણ બનશે." થોડા મહિના પહેલાં જ્યારે મહર્ષિ પાસે મુખી, તેમની દીકરી, તેમનો જમાઈ અને તેમના વેવાઈ મહર્ષિ ને મળવા તેમના ગામમા ગયા હતા ત્યારે મહર્ષિએ આજ વાક્ય છોડ્યું હતું. જે આજે સત્ય પડવા જઈ રહ્યું હતું. એ સમસ્યાનું સમાધાન કઈ રીતે