ગત આંકથી શરુ......ઘણીવાર અંધારામાં આકાશમાં રહેલા તારલાઓને જોવાનું મન થાય છે, હવાની મહેફિલમાં રહેવાનું અને સમય સાથે વહેવાનું મન થાય છે, પરંતુ આ કહાનીમાં મનની કલ્પનાઓની કોઈ સીમા જ નથી...અનુરાગ એક અલગ દુનિયામાં હતો જે અંધકારથી નહિ પરંતુ રંગબેરંગી સપના અને હકીકત વચ્ચે ડોલી રહી હતી, તેની બંધ આંખો એને સપતરંગી દુનિયા બતાવી રહી હતી...એક તરફ પાછલા જીવનમાં ગયેલું જીવન હતું તો બીજી તરફ અસંખ્ય બાધાઓ વચ્ચે ચાલતી અનુરાગની કલ્પનાઓનું સિંચન જોવા મળતું હતું, આ દુનિયા બેહદ સ્પષ્ટ દેખાતી હતી અનુરાગ તેમાં કોઈ પણ જગ્યાએ જઈ શકતો હતો....દિવસ ઉગ્યો, સ્પર્ધા થઇ અનુરાગે ભાગ લીધો બીજા દિવસની રાહમાં સાંજ પડી, ત્યારે