કલ્મષ - 17

(39)
  • 3.4k
  • 2k

'વિવાન , હવે તો તારે મને કહેવું જ રહ્યું...' ઇરાએ વિવાનના રૂમની ગેલેરીમાં રહેલી સ્વિંગ ચેર પર જમાવતાં કહ્યું.વિવાને ગેલેરીમાં નાનો સરખો બગીચો બનાવ્યો હતો. સ્વિંગ ચેરની સામે કરેલી સીટિંગ અરેન્જમેન્ટ અને નીચે પડેલા રંગબેરંગી કુશન્સ જોઈને ઈરાને પળવાર માટે વિવાનનું પૂનામાં નહિવત બજેટમાં સજાવેલું ઘર યાદ આવી ગયું. વિવાન પણ ઇરાની સામે ગોઠવાયો પણ અચાનક જ કંઈક યાદ આવ્યું હોય તેમ ઉભો થઇ ક્લોઝેટ પાસે પહોંચ્યો.'હા , મન તો થાય છે કે મનનો તમામ ભાર અત્યારે હળવો કરી નાખું ,પણ...' વિવાને ત્યાંથી જ ઉભા ઉભા ઈરાને કહ્યું.'પણ શું ...? વિવાન એવી શું વાત છે જે તને રોકી રહી છે