આંખી રાત રડી રડીને સોજી ગયેલી આંશીની આંખો બસ આમતેમ અધિકને શોધી રહીં હતી. એનાં મનમાં ચાલી રહેલું સવાલોનું યુદ્ધ સવાર પડતાં હારીને થાકી ગયું હતું. રોમાએ રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર આવી. " આખી રાત અભિમન્યુ સરે પોતાની આંખ પણ બંધ નથી કરી. આસપાસ ન જાણે કેટલી સિગારેટના ખાલી ઠુંઠા ખુરશીની ચોતરફ પડ્યા હતાં. લાકડાની આરામ ખુરશી પર હદયમાં ચાલી રહેલા જ્વાળામુખીના લાવાને રોકીને અભિમન્યુ એક પછી એક સિગારેટના કસ લઈ રહ્યો હતો. રોમાની વાત સાંભળીને આંશીએ એનાં તરફ નજર કરી." એક પુરૂષ કદાચ રડીને એનું દુઃખ વ્યક્ત ન કરી શકે પણ ભિતરખાને રહેલી એના ગુસ્સાની આગમાં એ બળ્યાં