ખોફ - 17 - છેલ્લો ભાગ

(46)
  • 3.7k
  • 3
  • 1.9k

17 અમોલે આરસીના માથા પર મારેલા લાકડાના ફટકાએ આરસીના શરીરમાંની શકિત નિચોવી નાંખી હતી અને એટલે તે ચિતા પર ભયભરી આંખે અમોલ તરફ જોતી પડી હતી. તો અમોલે સળગતું લાકડું ચિતા તરફ આગળ વધારી દીધું હતું. અત્યારે અમોલ ચિતાને અગ્નિ આપવા ગયો, ત્યાં જ તેના કાને માયાની વૅનનો હોર્ન અફળાયો. તેનો સળગતા લાકડાવાળો હાથ અટકી ગયો. તેણે વૅન તરફ જોયું તો વૅનની હેડ લાઈટ લબક-ઝબક, ચાલુ-બંધ થઈ રહી હતી અને હોર્ન વાગવાનું પણ ચાલુ હતું. વૅનની ડ્રાઈવિંગ સીટ પર કોઈ બેઠું હોય એવું લાગતું હતું. ‘માયા ! તું ગમે તેટલા હોર્ન વગાડીશ, પણ આટલી રાતના અહીં તને કે આ આરસીને