માણસાઈના દીવા - પુસ્તક સમીક્ષા

(12)
  • 31.2k
  • 6
  • 12k

પુસ્તકનું નામ:- માણસાઈના દીવા સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'માણસાઈના દીવા' અનુભવ કથાઓના લેખક ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગષ્ટ 1896ના રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. ચોટીલા પહાડી વિસ્તાર હોવાથી ઝવેરચંદ મેઘાણી પોતાને 'પહાડનું બાળક' તરીકે ઓળખાવે છે. તેમણે રાણપુરથી પ્રકાશિત થતા “સૌરાષ્ટ્ર” નામના અખબારમાં લખવાની શરૂઆત કરી 1922 થી 1935 દરમ્યાન તેઓએ 'સૌરાષ્ટ્ર'ના તંત્રીની ભૂમિકા ભજવી ત્યારબાદ સમય જતા તેમણે “ફૂલછાબ” નામના અખબારમાં લઘુકથાઓ લખવાનું શરૂ કર્યું. ત્યારબાદ 1934માં મુંબઈમાં તેમણે “જન્મભૂમિ” નામના અખબારમાં 'કલમ અને કિતાબ'ના લેખ લખવાની શરૂઆત કરી અને સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી હતી. 1936 થી 1945 ના સમયગાળા દરમ્યાન