અનુભૂતિ - 3

  • 2.3k
  • 1k

તાર ની જેમ એક માણસ પણ,તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો.ભરત વિંઝુડા     કોઈપણ ચીજ વસ્તુ, માણસ, સંજોગો અને પરિસ્થિતિ તૂટતાં પહેલાં તંગ થાય છે. તૂટવાની પ્રક્રિયા ઘણીવાર તુરંત અને જલ્દી પણ હોય છે. કાચ તૂટે કે તરત જ તૂટી જાય છે અને ફરી ક્યારેય તેના મૂળ રૂપ જેમ સંધાતો નથી. તાર તમે ખેંચ્યા જ કરો તેની મર્યાદા ની બહાર જતા તૂટી જાય છે. સંબંધો નું પણ એવું છે લાગણી, પ્રેમ, મમતા, ભાવના અને પરસ્પર સમજદારી ન હોય તો તૂટી જાય છે.  આ શેર મને એટલે ગમે છે કારણકે કવિ એ બહુ જ ટૂંકાણમાં બહુ મોટી વાત કહી દીધી છે.