કલ્મષ - 16

(38)
  • 3.3k
  • 2k

' ઇરા, તું તારા પ્રોગ્રામ રિશિડ્યુલ ન કરી શકે ? થોડા દિવસ માટે ?, ......પ્લીઝ' જમતી વખતે વિવાન આગ્રહપૂર્વક ઈરાના બોલમાં સૂપ પીરસતા બોલ્યો.' વાત શું છે એ મને હજી સમજાતી નથી પણ હવે લાગે છે કે તું નક્કી કશુંક કહેવા માંગે છે , રાઈટ? ' ઇરાએ વિવાનની આંખોમાં ઝાંકીને ટકટકી લગાવી પૂછ્યું.વિવાનના હાવભાવ કહી રહ્યા હતા કે એ કોઈ દ્વિધામાં હતો. શક્ય છે ડાઇનિંગ ટેબલ પાસે ઉભા રહેલા સ્ટાફની સામે એને કોઈ વાત કરવી યોગ્ય ન લાગી હોય.ડિનર પછી હોલમાં એકલા પડેલા ઇરા અને વિવાન હવે કોફી સાથે ચર્ચા કરી શકવા મુક્ત હતા છતાં વિવાને હૃદયમાં ધરબી રાખેલા ભેદની