વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 4

  • 3k
  • 2
  • 1.3k

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 4વેકેશનમાં વિકસો !!!નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે તો તમે બરાબર વેકેશનનાં મૂડમાં હશો. અગાઉ જણાવ્યા મુજબ તમે તમારું વેકેશનનું આયોજન કરી દીધું હશે. વેકેશનને આનંદમય બનાવવાં માટેનું સમયપત્રક પણ તૈયાર થઈ ગયું હશે. સાથે સાથે તમારું પરિણામ પણ આવી ગયું હશે. તો આવેલા પરિણામને આધારે તમારે તમારાં કામનું આયોજન કરવાનું છે. વેકેશનને આનંદમય બનાવવાં માટે બાકી રહેલી વાતો ફરીથી આજે કરીશું. તમે છો ને તૈયાર ? હા, તો ચાલો જાણીએ! પરિણામ શું આવ્યું ? બાળકો, તમારી વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવી ગયું હશે. આવેલ પરિણામને લઈને, સારા પરિણામથી ફુલાઈ જવું નહીં