સ્ત્રી હદય - 31. સપના સાથે દોસ્તી

  • 2.2k
  • 1
  • 1k

સકીના સહી સલામત છે તે જાણીને શોએબ સહિત મિસ્ટર ઐયર પણ રાહત અનુભવી રહ્યા હતા કારણકે સકીના એ દેશ માટે અને પોતાના જવાનોની સલામતી માટે જે જોખમ ઉઠાવ્યું હતું અને આટલા દિવસની અંદર જે જાણકારીઓ તેને શોધી હતી તે ઘણી જ અગત્યની સાબિત થઈ હતી તેથી પોતાના સાથીની જાનને આ રીતે ખતરામાં મૂકવી યોગ્ય ન હતી અને એક એવા દેશભક્તને આમ કુરબાનીએ ચઢવા દેવું એ તો ખૂબ જ દુઃખદ કહેવાય .. સકીના આમ બહાર નીકળીને અત્યારના હાલાત પ્રમાણે કોઈ મદદ માગી શકતી ન હતી પરંતુ હવે તેની ટીમ એવા હાલાત ઉભા કરવાની હતી કે જેના લીધે સકીના ની મદદ પણ