સ્ત્રી હદય - 27. ફંડ ક્યાંથી ??

  • 2.1k
  • 1
  • 1.1k

મિસ્ટર ઐયર દ્વારા પોતાના દરેક એજન્ટ ને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા કારણ કે તે જાણતા હતા કે જ્યાં જ્યાં પાકિસ્તાની માફિયાઓ રહે છે ત્યાંથી જ અત્યારના આ મિશન માટે તેમને ફંડ મળવાનું હશે પરંતુ ક્યાંથી અને કોણ પૂરું પાડવાનું છે તે કોઈ જાણતું ન હતું આથી દરેક જગ્યાએ પોતાના જાસૂસ ને એલર્ટ કરી દીધા હતા ,વળી શોએબ પાસેથી પણ દરેક પ્રકારની જાણકારી એકઠી કરીને તેઓ દરેક પાસા જોડવાની કોશિશ કરી રહ્યા હતા. છેલ્લા આ પાંચ દિવસની અંદર મિશન આઝાદના કામમાં ઘણા ફેરફારો થઈ ગયા હતા પરંતુ સકીના પાસેથી હજી સુધી નવી કોઈ જાણકારી મળી ન હતી. આથી હવે મિસ્ટર