સ્ત્રી હદય - 22. અમર ની પૂછતાછ

  • 2.3k
  • 1.1k

સકીના પોતાના સાથી અને બોસ પાસે થી ઠપકો મળ્યા પછી ઘરે પરત આવી, પેહલી વખત તેને આ રીતે ઠપકો મળ્યો હતો તેણે આ જ સુધી કોઈ ગફલત કરી ન હતી, તેના દરેક નિર્ણયો અત્યાર સુધી યોગ્ય નિશાને જ લાગ્યા હતા, અને આ વખતે પણ તે ને પોતાનો કોઈ કદમ ગલત લાગતો ન હતો , કારણ કે અમર અને સપના ની શાદી એક રાજનૈતિક સંબંધ હતો, અને સપના પણ એક બ્રિગેડિયર ની દીકરી હતી , જે બ્રિગેડિયર અત્યારે દૌરોડા બોર્ડર ઉપર તેહનાત હતા. સકીના હવે ઘણી પ્રેશર માં હતી. કારણ કે તેને ઝડપથી કોઈ ઉપયોગી અને મહત્વની જાણકરી પાસ કરવાની હતી,