અમૃતા - પુસ્તક સમીક્ષા

  • 23k
  • 5
  • 9.3k

પુસ્તકનું નામ:- અમૃતા સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'અમૃતા'ના લેખક રઘુવીર ચૌધરીનો જન્મ 5/12/1938ના રોજ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. રઘુવીર ચૌધરીને કુમાર સુવર્ણ ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, અમૃતા નવલકથાને જ્ઞાનપીઠ પુરસ્કાર, તિલક કરે રઘુવીર માટે નર્મદ સુવર્ણ ચંદ્રક જેવા કેટલાય સાહિત્યિક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકર, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી રહી ચૂક્યા છે. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત છે. તેમની નવલકથાઓમાં પૂર્વરાગ, અમૃતા, પરસ્પર, ઉપરવાસ, રૂદ્રમહાલય, પ્રેમઅંશ, ઇચ્છાવર વગેરે સમાવિષ્ટ છે. તેમના વાર્તા સંગ્રહો આકસ્મિક સ્પર્શ, ગેરસમજ, બહાર કોઈ છે,