દોસ્તી કે દુનિયા..??

  • 2.5k
  • 1
  • 836

ત્રણ-ચાર મકાનની એ નાનકડી શેરીમાં અંદર જતાં જમણી બાજુનું ત્રીજું મકાન એટલે મારા મામાનું ઘર.અને એના પછીનું એક મકાન અને એની બાજુમાં આ ગામની પાણીની ટાંકીઓ. જો પાણીની ટાંકીની બાજુએથી પ્રવેશ કરીએ તો આ ઘરનો મોટો દરવાજો અને પેલી બાજુએથી પ્રવેશ કરીએ એક નાનકડો દરવાજો એટલે કે મારા નાનાની દુકાન. આ મામાનું ઘર એટલે અહીં માત્ર નાના અને નાની રહે.જ્યારે આ જ દુકાનના નાનકડા દરવાજામાંથી પ્રવેશ કરીએ તો આ ઘરની ઓશરી અને એ મોટા દરવાજામાંથી પ્રવેશ કરીએ તો આ ઘરનું ફળિયું આવે આ ફળિયાની બાજુમાં ઓશરી અને ઓશરી પુરી થાય એટલે ફળિયાનાં વૃક્ષો એ આંબા ,જમરૂખડી, દાડમડી, લીંબુડી, લીમડો...જાણે મારી