ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 2

(13)
  • 2.8k
  • 2
  • 1.7k

અધિકનુ લોહીલુહાણ શરીર પોતાનાં ખોળામાં લઇ અને મૌન બનીને આંશી ત્યાં જ બેઠી હતી. હદયના ભીતરખાને ભભૂકી રહેલું જ્વાળામુખી એ આંશીને ભીંતરથી બાળી રહ્યું હતું. બે કલાક જેવો સમય થય ગયો છતાં કોઈ વ્યક્તિ મદદ માટે આવ્યું નહીં. એક પળમાં ટેબલ પર બેસીને ફોટા પાડી રહેલાં આંશી અને અધિક અત્યારે જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ તે કુદરતનો કેવો પ્રકોપ કહેવાય ? એક પળ માટે જાણે જીવનભરની ખુશી આંશીના જીવનમાં ભરી દીધી હતી અને એક પળ પછી જાણે જીવન સમાપ્ત થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. " અધિક તને યાદ છે, જ્યારે આપણે કોલેજમાં પહેલી વખત મુલાકાત થઈ