વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 2 વેકેશન: મનપસંદ પ્રવૃત્તિઓનો શંભુમેળો. નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે તમારું વેકેશન પડી ગયું, બરાબર ને ? આ વેકેશન તમારું ક્વોલિટી વાળું પસાર થવું જોઈએ. તમારાં માતા પિતાને તમારાં માટે, એક્સ્ટ્રા એક્ટિવિટિઝની ચિંતા સતાવતી હોય છે. કે તેમને આ વેકેશનમાં શું પ્રવૃત્તિ કરાવવી. સ્વીમીંગ કરાવવું, ક્રીકેટનું કોચિંગ કરાવવું, કરાટે કરાવવા કે પછી શું કરાવવું ? માતાપિતા બાળકોની રુચી જાણ્યા વગર જ તેમની પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવતા રહે છે. પછી બાળકને તેમાં રસ હોય કે ન હોય. પણ કોઈક પ્રવૃત્તિ તો તેની પાસે કરાવતા જ હોય છે. ઘણીવાર માતાપિતા એટલા કન્ફ્યુઝ