પહેલી મુલાકાત

  • 2.7k
  • 1
  • 1.1k

સુંદર સવારના ખુશનુમા માહોલમાં સવારની શાળા હોવાથી રોજની જેમ જ મારા સમયે પહોંચી ગયો હતો. પ્રથમ તાસ ફ્રી હોવાથી હું પ્રાર્થનાસભાના આયોજક તરીકેની ફરજ બજાવતો હતો. પ્રાર્થના પૂર્ણ કરી દરેક વર્ગમાં રોજની જેમ જ રાઉન્ડ પર નીકળ્યો કે કોઈ એવો તો વર્ગ નથી ને કે જ્યાં આજે કોઈ શિક્ષક ગેરહાજર હોય....!!!! જો એવું હોય તો મારું સ્ટાફરૂમમાં બેસવું એક આદર્શ શિક્ષક તરીકે યોગ્ય ન ગણાય... આ મારા સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત હતો, એટલે હું મારી રીતે રાઉન્ડ પર ગયો અને જઈને શાળાના ત્રણેય માળ જોઈ લીધા પણ બધા જ શિક્ષકો પોતપોતાના વર્ગમાં હાજર હતા, આથી મારા પગ મને સ્ટાફરૂમ તરફ ખેંચીને