બસ તું કહીશ એ કરીશ (ભાગ-૨)

  • 3.3k
  • 1.8k

'બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૨) પહેલા ભાગમાં જોયું કે પતિ પ્રભાવ અને પત્ની પ્રભાવિકાના રોજિંદા જીવનમાં બનતી વાતો થતી હોય છે.પ્રભાવિકા પુત્ર લાલુ માટે કન્યા શોધવા માટે પ્રભાવને કહે છે. એટલામાં લેન્ડલાઇન પર ફોન આવે છે. પ્રભાવ ફોન પર વાતો કરવા જાય છે ત્યાં ફોન કટ થાય છે... હવે આગળ... રસોડામાંથી પ્રભાવિકાનો અવાજ આવ્યો. " કોનો ફોન હતો?" પ્રભાવ:-"બરાબર ખબર પડી નથી.પણ કોઈ રેખા નામ બોલી.ભાવિક નામના છોકરાનું કામ હતું.મને લાગે છે કે રોન્ગ નંબર છે.વધુ પુંછું એ પહેલાં કપાઈ ગયો. તું કોઈ રેખાને ઓળખે છે? એ ઈ...શિતા..ઈ..શિતા..બોલતી હતી." પ્રભાવિકા રસોડામાંથી બેઠકરૂમમાં પ્રભાવ પાસે આવી. પ્રભાવિકા:-"અરર.. તમે પણ ખરા