શિવાદિત્ય ની શૌર્યગાથા - 2 - ગુરુ સચ્ચિદાનંદ

  • 1.6k
  • 714

શિવાદિત્યસિંહજી અને પૃથ્વીરાજ નગર ના પાદરે ઊભા છે. મણી ને પાછો મેળવવા માટે ની બંને ની સફર શરૂ થઈ ચૂકી છે. પણ શરૂઆત ક્યાંથી કરવી એ સૂઝતું નથી."મહારાજ, આપણે શરૂઆત ક્યાંથી કરીશું." પૃથ્વીરાજ એ પૂછ્યું."મહામાત્ય, જ્યારે કશું સૂઝતું ન હોય ત્યારે કોઈ સંત માં શરણ માં જવું જોઈએ." મહારાજે જવાબ આપ્યો."એટલે મહારાજ??" પૃથ્વીરાજ ને કઈ સમજાયું નઈ."પૃથ્વી, આપણે મારા ગુરુજી સચ્ચિદાનંદજી ને મળીશું. મને વિશ્વાસ છે કે એમની પાસે જરૂર કોઈ ઉપાય હશે."મહારાજ પૃથ્વીરાજ ને પૃથ્વી કહી ને ભાગ્યેજ સંબોધતા પરંતુ પૃથ્વીરાજ ને એ ગમ્યું.બંને એ ઘોડા ઉત્તર દિશા તરફ દોડાવ્યા. થોડી વાર માં બંને ઘોડા એક ગુફા આગળ આવી