ખોફ - 15

(30)
  • 3.3k
  • 1
  • 2k

15 આરસી સ્મશાનમાં લાકડાં ગોઠવીને, એની પર મંજરીની ખવાઈ ગયેલી લાશ મૂકવા જતી હતી, ત્યાં જ તેને પોતાની પીઠ પાછળથી કોઈકના પગલાંનો અવાજ સંભળાયો. તેનો જીવ ગળે આવી જવાની સાથે જ તેણે ફુદરડીની જેમ પાછળ ફરીને જોયું, કોઈ નહોતું. ફકત સન્નાટો હતો. આરસી મંજરીના પ્રેતને જોઈ ચુકી હતી અને અત્યારે તે મંજરીની લાશનો અંતિમસંસ્કાર કરવા આવી હતી, ત્યારે તેણે મનમાં હિંમત ભરી રાખી હતી એટલે, બાકી બીજું કોઈ હોત ને આટલી રાતના એને સ્મશાનમાં આ રીતના પગલાંનો અવાજ સંભળાયો હોત ને પછી કોઈ દેખાયું ન હોત તો એણે પાછું વળીને જોવા રોકાયા વિના ઘર ભણી દોટ જ મુકી હોત !