ખોફ - 13

(33)
  • 3.3k
  • 1
  • 2k

13 કાળા લાંબા કોટ અને માથે કૅપ પહેરેલી એ વ્યક્તિએ નીલના ચહેરા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી દીધી હતી અને નીલનો શ્વાસ રૂંધાય એ રીતના પકડી રાખી હતી. જ્યારે જમીન પર પડેલો અને એ વ્યક્તિના પગ નીચે દબાયેલો નીલ બન્ને હાથથી પોતાના ચહેરા પરની એ થેલી કાઢી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એમાં તે નિષ્ફળ નીવડી રહ્યો હતો ! એ વ્યક્તિએ નીલના ચહેરા પર કાળા રંગની થેલી પહેરાવેલી હતી, એટલે તેને આ રીતના કોણ ગુંગળાવી મારી નાંખવા માંગતું હતું એ દેખાતું નહોતું. કદાચ થેલી ટ્રાન્સ્પરન્ટ-આરપાર જોઈ શકાય એવી હોત તો પણ નીલ એ વ્યક્તિનો ચહેરો જોઈ શકયો ન હોત. કારણ