ખોફ - 7

(29)
  • 3.1k
  • 2
  • 2k

7 પોતાની સામે આંખો ફાટેલી-માથેથી લોહી નીકળતી મંજરીની લાશ ઊભેલી જોઈને મોહિત હેબતાઈ ગયો. હમણાં..., હમણાં થોડીક વાર પહેલાં જ મંજરીની લાશ તેની કારના બૉનેટ સાથે અથડાઈ હતી ને તેની કાર નીચે કચડાઈ હતી અને પછી આશ્ચર્યજનક રીતના ગૂમ થઈ ગઈ હતી. એ જ..., હા, મંજરીની એ જ લાશ અત્યારે ઝાડ પાછળથી બહાર નીકળીને તેની સામે આવીને ઊભી રહી ગઈ હતી એટલે મોહિત થીજી ગયો ! તે ફાટેલી આંખે ઘડી-બે ઘડી મંજરીની લાશ સામે જોઈ રહ્યો, અને પછી જીવ બચાવવા, ભાગી છુટવા માટે તે પોતાની કાર તરફ વળ્યો, ત્યાં જ તેની કારનું એન્જિન આપમેળે ચાલુ થયું ! કારની હેડલાઈટ ચાલુ