સાયબર સાયકો - ભાગ 2

  • 2.7k
  • 1.4k

આગળના ભાગમાં આપણે જોયું કે તે યુવતી પોતાની જિંદગી ની ભીખ માંગી રહી હતી પરંતુ જાણે સામે ઉભી રહેલી વ્યક્તિ તો તેને તડપતી જોઈને જ ખુશ થતી હોય એવું લાગી રહ્યું."પ્લીઝ મને જવા દો,પ્લીઝ..તમે છો કોણ અને મે તમારું બગાડ્યું છે શું?મને મારી ને તમને શું ફાયદો થશે?પ્લીઝ મને એકવાર જવા દો હું તમે કહેશો એ બધું કરીશ" યુવતી રડતા રડતા બોલી.."તને જવા માટે થોડી અહી લાવવામાં આવી છે. તે મારું કશું જ નથી બગાડ્યું પણ તને મારીશ ને એટલે મને ખુશી થશે.અરે હું તને ફેમસ કરવા માંગુ છું.તું સોશ્યલ મીડિયા માં ફેમસ થવા ઘણી મેહનત કરશ તો હું તો