આગંતુક - પુસ્તક સમીક્ષા

  • 13.5k
  • 1
  • 6k

પુસ્તકનું નામ:- આગંતુક સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- ધીરુબેન પટેલનો જન્મ ૨૯ મે ૧૯૨૬ ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેઓ જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્ય લેખિકા, ચલચિત્ર પટકથા અને બાળસાહિત્ય લેખિકા હતા. તેઓ પહેલા ભવન્સ કોલેજ, મુંબઈ અને પછી દહીંસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક રહી ચૂક્યા છે. તેમણે થોડો વખત 'આનંદ પબ્લીશર્સ'નું સંચાલન કર્યું. ૧૯૬૩ના વર્ષથી કલ્કી પ્રકાશન સંભાળ્યું. ૧૯૭૫ સુધી 'સુધા' સાપ્તાહીકનાં તંત્રી રહ્યાં. ૧૯૮૦માં તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ભવની ભવાઈ સર્જાયું. ૨૦૦૩-૨૦૦૪માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના સર્જનમાં વાર્તા - અધુરો કોલ, એક લહર, વીશ્રંભકથા, નવલકથા - વડવાનલ, શીમળાંનાં ફુલ,