પ્રેમની મોસમ

  • 2.9k
  • 1
  • 1.2k

"નંદિનીના હાથોમાં તો જાણે જાદુ છે," વીકેન્ડ પાર્ટી માટે ઘરે આવનાર દરેકના મોઢે ફક્ત અને ફક્ત નંદિનીનું જ નામ હતું. યોગેશ અને નંદિનીના લગ્ન પછી પહેલીવાર યોગેશના મિત્રો પત્નીઓ સાથે એના ઘરે આવ્યા હતા. નંદિનીનો શ્યામ વર્ણ અને ઓછાબોલા સ્વભાવને લીધે યોગેશ હમેશા લઘુતાગ્રંથિથી પીડાતો રહેતો. એ જ્યારે પણ ચિરાગની પત્ની રીનાને જોતો તો એના રૂપલાવણ્ય અને અદાઓથી અંજાઈ જતો તો વીરેનની પત્ની કોમલના હાથની રસોઈ ખાઈ એ આંગળા ચાટતો રહેતો અને દિનેશની પત્ની પ્રિયાની કિટીપાર્ટીઓની વાતો સાંભળી મનોમન એ નંદિનીની બધા સાથે સરખામણી કરતો અને હમેશા નંદિની બીજાઓની તુલનામાં એને ઘરકુકડી અને મૂંજી લાગતી એટલે એ કોઈને કોઈ બહાને