બે લઘુકથાઓ

  • 2.7k
  • 1.1k

1) રંગોની છોળો"શ્રુતિ હું હોળી રમવા નીચે જાઉ છું !" વિવેક પત્નીનાં હા- નાનો જવાબ સાંભળવા રોકાયા વિના સીડી ઉતરવા લાગ્યો. "થોડીવાર થોભો! મારું કામ પુરું થવામાં જ છે, સાથે રંગે રમીએ " કહેતી સાડીનાં છેડે હાથ લૂછતી શ્રુતિ રસોડાની બહાર આવી. જવાબ સાંભળવા વાળો નીચે કોલોનીનાં લોકો સાથે રંગોની છોડો ઉડાડી રહ્યો હતો. શ્રુતિએ બાલ્કનીમાંથી નીચે જોયું તો પાસ-પડોશ, મિત્રો એકબીજાન પર ગુલાલ છાટી રહ્યાં હતાં. ગુલાલ તો શુકન પુરતો જ હતો. બાકી કેમિકલે દરેકના ચહેરા એક કરી નાખ્યાં હતાં. શ્રુતિ એક હળવા નિશ્વાસ સાથે કામે વળગી. રંગોના આ અવસરને કોઈ જતું કરવા માંગતું ન હતું. સૌ એકબીજાને રંગી