બારણું ખોલી અમૃતા અંદર દાખલ થઈ. અહીં, આ ઘરમાં ઘણું અંધારું હતું. કોઈ લાઇટ પણ ચાલતી ન હોય તેમ લાગ્યું. અમૃતા ઘરની હાલત જોઈ આશ્ચર્ય પામી હતી. તે ઘર કોઈ અમીર વ્યક્તિનું વિકેન્ડ હોમ હોય તેવું લાગતું હતું. અહી બધુ વિખરેલું પળ્યું હતું. ઘણા બધા ફોટા હતા. પણ અમૃતાનું ધ્યાન તે ફોટામાં જાય તે પહેલા તેની નજર જમીન પર પડેલી પેલી ડાયરી પર પોહંચી. ડાયરીના બધા પેજ ફાટેલા હતા, પણ એક પેજ બાકી હતો. તે પેજ અને અમૃતાના હાથમાં જે પત્રો હતા, તેના કાગળ સરખા જ હતા. આ કાગળ જોઈ અમૃતા વિચાર કરવા લાગી. શું તેનો આ સો-કૉલ્ડ પ્રેમી અહી