પંચાયત - 2 - જંગલ ની જ્યોત

  • 1.9k
  • 1
  • 766

ફાગણીયો પુર બહાર માં ખીલ્યો હતો. જંગલ ની જ્યોત એ આખા વગડા જોડે હોળી રમી હોય તેમ આખો વગડો ભગવા રંગે રંગાઈ ગયો હતો. હાર્દિક એની ઓફીસ માં બેઠો બેઠો કુદરત ની આ કલા ને નીરખતો વિચારી રહ્યો હતો કે "યે કૌન ચિત્રકાર હૈ?""અરે પેલું ઉંબાડિયું કાઢી લે દેવતા વધારે છે." હાર્દિક નું ધ્યાન ઓફીસ ની પાછળ આવેલા ખેતર માં રમતા છોકરાઓ પર ગયું.છોકરાઓ કેસુડા ના ફૂલ ને પાણી ઉકાળી હોળી માં રમવા માટે રંગ બનાવી રહ્યા હતા.હાર્દિક ઘડી ભર જોતો રહ્યો. ગામડા ની આ જિંદગી સાવ સાદી પરંતુ કુદરત ની નજીક નું હતી. શહેર ના કેમિકલ અને પેસ્ટીસાઇડ નો