મહોતું - પુસ્તક સમીક્ષા

  • 13.9k
  • 2
  • 7.5k

પુસ્તકનું નામ:- મહોતું સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'મહોતું'ના લેખક રામ ભાવસંગભાઈ મોરીનો જન્મ ૦૨ ફેબ્રુઆરી ૧૯૯૩ના‌ રોજ થયો છે. તેમનું વતન ભાવનગર જિલ્લાનું મોટા સુરકા, સિહોર છે. તેમનો પરિવાર પાલીતાણા નજીકના ગામ લાખાવાડનો વતની છે. તેમણે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેઓ ટૂંકી વાર્તાલેખક, પટકથાલેખક અને કટારલેખક છે, જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે. ૨૦૧૬માં તેમનો વાર્તા સંગ્રહ 'મહોતું' પ્રકાશિત થયો, જેને રઘુવીર ચૌધરી અને કિરીટ દુધાત સહિતના ગુજરાતી લેખકો અને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યો. તેમની ટૂંકી વાર્તાઓ સૌરાષ્ટ્રની ગ્રામીણ મહિલાઓની આસપાસ કેન્દ્રિત છે. તેમનો બીજો ટૂંકી વાર્તા સંગ્રહ, 'કોફી સ્ટોરીઝ'