કલ્મષ - 11

(38)
  • 3.3k
  • 1.8k

આ વિવાન પોતાનું ઘર ક્યારે લેશે ?' સુમનનો આ સંવાદ સાંભળી સાંભળીને પ્રોફેસરનું માથું ફરી ગયું હતું.સુમનની જગ્યાએ બીજું કોઈ હોત તો બરાબરની સુણાવી દેતે પણ આ સગી બહેન ને તે પણ દુ:ખિયારી. સાસરીમાં સુમનનું ખાસ ઉપજતું નહોતું એટલે તો ભાઈ પાસે મદદ માંગવા આવી હતી. ઈરા ઉચ્ચ અભ્યાસ કરી શકે એ અર્થે આવી હતી પણ સુમન દ્વારા થતી એકની એક વાત પ્રોફેસર શ્રીવાસ્તવને મૂંઝવણમાં મૂકી ગઈ હતી. પ્રોફેસર બહેનના આ દુરાગ્રહથી ભારે વ્યથિત હતા. વિવાનને જોઈને જ એવી લાગણી થતી હતી જે પોતાના લોહી માટે થાય. એવામાં સુમનનો આવો હઠાગ્રહ પ્રોફેસરને વ્યથિત કરી રહ્યો હતો. વિવાને આ વાતચીત સાંભળી