સકીના ની સાદગી , તેની સેવા ,તેની બંદગી, તેનું કામ, તેની સમજદારી બધું જ અમર ને પસંદ આવવા લાગ્યું હતું. ચોરી છુપે તેની નજર સકીના ઉપર જ રહેતી. એક નાદાન ,એક માસૂમ છોકરી તેને સકીના માં નઝર આવતી. ઘરના દરેક સભ્યો સાથે તે એ રીતે હળી મળી ગઈ હતી કે જાણે તે આ ઘર ની જ સભ્ય ન હોઈ. સકીના ને પણ અમર ના જઝબાત નઝર આવતા. આખરે એક જાસૂસ સૈનિક હતી તે , તેનામાં ચપળતા અને એક સ્ત્રી તરીકે જાગૃતતા સહજ હતી . એક મિત્ર તરીકે અમર ખૂબ સારો હતો. ઘણી વખત તે પણ એવી કેટલીક વાતો જણાવી દે