સકીના ના પગ માં દીવાલ ઓળંગવાને લીધે વાગી ગયું હતું તકલીફ એટલી બધી હતી કે તે રડી પણ શકતી ન હતી અને તે કોઈ ને આ જણાવી શકતી પણ ન હતી. જોકે તે એમ કમજોર પડે તેટલી નબળી તો ન હતી પરંતુ તેની ચાલ માં થોડો ફરક આવી ચૂક્યો હતો. જખમ તાજા હોવા ને લીધે ચાલવા થી તેને તકલીફ થતી હતી અને આ તકલીફ ના કારણે લોહી બંધ થતું ન હતું. સકીના એ ઘણી સાવચેતી રાખી હતી પરંતુ રહીમ કાકા ની ચકોર નજર થી આ જખમ ને બચાવી શકી નહિ. પણ સકીના તો દાવત માં ગઈ હતી. તો આ જખમ