માનો સ્પર્શ

  • 1.7k
  • 1
  • 607

"સ્પર્શ....માનો સ્પર્શ. હા! હવે આ જ એક ઉકેલ છે, જે બંનેને બચાવી શકશે.” જ્યારે બીજા બધા ઈલાજના પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર નિશાએ છેલ્લો ઉપાય ઉચ્ચાર્યો. પ્રિમેચ્યોર બાળકમાં કોઈ સુધાર નહોતો દેખાઈ રહ્યો, અન્ય સ્વાસ્થ્ય સંકટોની સાથે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. બિચારો ઇન્ક્યુબેટરમાં, જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. નિશાનો સાથીદાર, એક અસંવેદનશીલ ડૉક્ટર, તેની સૂચન પર ઠાવકાઈથી હસ્યો. “ડૉક્ટર નિશા, તું ગાંડી થઈ ગઈ છે? આ છોકરો પંદર દિવસથી ઇન્ક્યુબેટરમાં છે. તેનો જન્મ ૩૭ અઠવાડિયામાં થયો હતો અને તેનું વજન ચાર પાઉંદથી ઓછું હતું. જ્યારે આપણી બધી દવાઓ અને સુવિધાઓ તેની મદદ ન