પુસ્તક કે પછી..?

  • 3.2k
  • 1
  • 878

પુસ્તક કે પછી..?આમતો મારી નિયતિ છે કે હું એકલું રહું, એકલું લડું, જિંદગીની આ સફર. હું રદ્દી ના થાઉં, હું કઈ કામનું ના રહું, ત્યાં સુધી બસ હું એકલું રહી આ સફર પૂરી કરું.પણ, જો ને, મનેય ક્યારેક અભરખા જાગે છે આ જીવતા જાગતા માણસ જેવા. કોઈનો સાથ મળે તો ખીલી ઉઠવાના, ખુશ રહેવાના, લાગણીઓ વેરવાના, લાગણીઓ મેળવવાના, પ્રેમ કરવાના ને પ્રેમ પામવાના...ક્યારેક મારી આ જ જીજીવિષા પૂરી કરવા ઈશ મોકલી આપે છે કોઈને, જે આવે ને મારા પરની જામેલી ધૂળ સાફ કરે. મને રદ્દી બનતા પહેલા મારા પાના ઉથલાવી મને સમજે, વિચારે, એનામાં નવું જોમ પુરે અને મારા જીવનમાં