The Tales Of Mystries - 9 - રોમાન્સ ઇન એકલિપ્સ - 4

  • 2.7k
  • 1
  • 1.2k

પ્રકરણ 4 અનુરાધા એ પોતાની બ્લેક એક્ટિવા એક ગલી માં વાળી અને ત્યાં સોસાયટી ના ખૂણે એક ઘર પાસે ઊભી રાખી. ત્યાં 15-20 માણસો ની ભીડ હતી. જરા આગળ જઈ ને જોયું તો ત્યાં ઘર ના બારણાં પર લાલ અક્ષરો માં લખ્યું હતું "જય મહાકાલ જ્યોતિષ" MA ઇન એસ્ટ્રોલોજી . ત્યાં ભીડ ને મેનેજ કરતો એક છોકરો બેઠો હતો. એ ની પાસે જઈ ને અનુરાધા એ પૂછ્યું.. અનુરાધા: એક્સકયુઝમી.. મેં ફોન ઉપર આજની એપોઇન્ટમેન્ટ લીધી હતી. છોકરો: નામ? અનુરાધા: અનુરાધા.? છોકરા એ ફોન માં સોફ્ટવેર જોઈ ને પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું.. છોકરો: ચાર અનુરાધા છે મેડમ. અનુરાધા: અનુરાધા મહેશ પટેલ. છોકરા