પ્રિયજન - પુસ્તક સમીક્ષા

  • 15.4k
  • 2
  • 10.2k

પુસ્તકનું નામ:- પ્રિયજન સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'પ્રિયજન' પુસ્તકના લેખક વીનેશ દિનકરરાય અંતાણીનો જન્મ 27 જૂન 1946ના રોજ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નખત્રાણા (કચ્છ) તથા કૉલેજશિક્ષણ ભુજમાં. 1967માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે બી.એ., 1969માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. કર્યું. કચ્છની ભૂમિના સંસ્કાર અને સંસ્કૃતિ બાળપણથી ચિત્તમાં રોપાયેલાં. તેમણે કારકિર્દીની શરૂઆત અધ્યાપનથી કરી. 1970 થી 1975 સુધી ભુજમાં અધ્યાપન કર્યું. ત્યારબાદ વીસેક વર્ષ આકાશવાણીમાં ભુજ, અમદાવાદ, વડોદરા, મુંબઈ તથા ચંડીગઢ કેન્દ્રો પર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવથી માંડીને સ્ટેશન-ડિરેક્ટર સુધીની કામગીરી કરી. 1995માં આકાશવાણીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ, 1995થી 1998 સુધી ‘ઇન્ડિયા ટુડે’(ગુજરાતી)ના સંપાદક તરીકે કામગીરી બજાવી.