એ ઘરે આવ્યા

  • 3.3k
  • 1.1k

એ ઘરે આવ્યા ને મારી સામે ઊભા બસ જોતી જ રહી ગઈ. વરસો તરસેલી આંખો આજે અનરાધાર વહી પણ, એ વરસતી આંખોના આંસુ લૂછવા એમના હાથ આગળ ન આવી શક્યા. બંને વચ્ચે એક મર્યાદાની રેખા હતી. ઓળંગવાની કોશિશ ન એમણે કરી ન મેં. આટલું પૂરતું હતું કે એમને જોવાનું તો નસીબમાં લખાયું. જેની આશ છોડી દીધી હતી એ ક્ષણ આજે હું પામી હતી ને મારી આંખ સામે એ વર્ષો જાણે આજે વીતી રહ્યા હતા. આમ તો હું શહેરમાં રહેતી પણ મામાને ત્યાં બહુ ગમતું એટલે રજા પડે ને ત્યાં ચાલ્યા જવાનું. મારા ઘરમાં હું નાની હતી ત્યારથી કોઈ સમીર નામના