"જૂઠું..જૂઠું.. સાવ જૂઠું..તમે સદંતર ખોટું બોલી રહ્યા છો..માત્ર થોડાક રૂપિયા માટે આટલું બધું ખોટું બોલતા શરમ નથી આવતી?" વકીલ કોઠારીસાહેબ ઊંચા સાદે બોલ્યા."સાહેબ..તમારા માટે થોડાક જ રૂપિયા હશે..મારે તો મારા સ્વમાનનો સોદો છે..બોલો! કેટલા ચૂકવશો મને આ સોદામાં?" ગળગળી થઈને લીના બોલી."સોદો..શાનો સોદો..? રૂપિયા પડાવવા માટે તમે કાવતરું રચ્યું છે અને મારા અસીલને નાહકનો હેરાન કરી રહ્યા છો.." કોર્ટરૂમમાં વિરુદ્ધ પક્ષના વકીલ તરીકે કોઠારીસાહેબ કેસ લડી રહ્યા હતા."સાહેબ..સ્ત્રી તરફી કાયદા હોવાનો આ બહેન ફાયદો ઉઠાવી રહ્યા છે..એક તો જાતે ઘર છોડીને નીકળ્યા છે અને પોતે કમાઈ શકે એમ છે તો પણ..! આ કેસ જ બેબુનિયાદ છે.." વકીલસાહેબની દલીલો હજુ ખતમ