રોહન આજે પહેલીવાર CAની ઓફિસે જવાની તૈયારીમાં છે. કોલેજ છોડ્યાના ત્રણ વર્ષ પછી, પહેલીવાર ખીસ્સામાં બ્લેક અને બ્લુ રિફિલવાળી તેની લકી પેન મૂકે છે. એકવાર પેનનું બટન કોલેજ અંદાઝમાં કટ-કટ પ્રેશ કરી, અવાજનો આનંદ માણતા એક સ્માઈલની લહેર મોઢા પર આવી જાય છે. બેગમાં લેપટોપ અને હાથવગુ કેલ્ક્યુલેટર પણ લઈને નીકળતો જ હોય છે, ત્યાં રાજેશભાઈએ કહ્યું. પેલા મનોહરભાઈને મે કાલે બધી વાત કરી દીધી છે. આ વખતે 2 - 3 લાખ જ ટેક્સ ભરાય એવું કરી રાખ્યું છે. તો તુ ગભરાઈશ નહીં, બધી તૈયારીઓ થઈ ગઈ છે.બટ ડેડ… મે હિસાબ કર્યો છે… કમસેકમ 11 લાખ, બધી જ કાયદાકીય છૂટછાટ