સરસ મજાનું નાનકડું શિવગઢ નામનું નું ગામ હતું.ગામ ની ચારે તરફ લીલાછમ ડુંગરો, નિર્મણ વેહતી દુધ જેવી સફેદ નદી, નદીના કિનારે સુંદર મજાનું મન ને પવિત્ર કરતુ શિવ નું મંદિર! આ ગામ માં ત્રણ ચીજો પ્રખ્યાત હતી. એક ત્યાંના કેસર આંબા, બીજું ભીખા પટેલ ની ગૌશાળા (જેનું શુદ્ધ ઘી અને દુધ ની ખ્યાતિ ઠેર ઠેર હતી) અને ત્રીજા શિવમંદિર ના પુજારી ગોરબાપા! હવે તમને એ થશે પહેલી બે વાત તો સમજ્યા પણ આ ગોરબાપા માં વળી એવી શું વિશેષતા ?આપણી ત્રીજી વિશેષતા વાળા ગોરબાપા નું પુરુ નામ ભોગીલાલ જટાશંકર ગોર.શિવ મંદિર ના પુજારી અને પ્રખર કર્મકાંડી! આસપાસ ના ગામમાં કોઈ