કેરળ યાત્રા વખતે કોચી જતા રસ્તામાં કાલડી સ્ટેશન આવેલ. મારી પત્ની એ કહ્યું કે " આ તો શંકરાચાર્યનું જન્મસ્થળ વાળું કાલડી લાગે છે" મને શંકરાચાર્ય પ્રત્યે લગાવ અને અહોભાવ હતો. આથી અમે તરત જ કાલડી જવાનું નક્કી કરી લીધું. પણ ટ્રેન ત્યાં ઉભી રહેતી ન હતી. કોચી જવાને બદલે અમે તરત જ બીજા સ્ટેશન પર ઉતરીને ત્યાંથી કેરળની લોકલ બસમાં અમે કાલડી પહોંચ્યા. અને ત્યાંથી ચાલતા ચાલતા આચાર્ય શંકરના જન્મસ્થાને આવી ચડ્યા. તે સ્થળે પહોંચીને હૃદયમાં અત્યંત આનંદ છવાઈ ગયો. આકસ્મિક રીતે જ શંકરાચાર્યના સ્થળ પર આવી જવું એ ઈશ્