પરખ

  • 2.4k
  • 890

સાગર ચિત્રોડા એનું નામ. દિલનો દરિયો . દોસ્તોનો દોસ્ત. એકદમ મોજીલો માણસ. કોલેજમાં પણ એનું મોટું ગ્રુપ. કોલેજની કોઈ પણ મોટી ઇવેન્ટમાં એ દર વખતે ભાગ લે જ. "ભણવા" નામ ના વિષય ને બાદ કરતા લગભગ દરેક "ટોપિક" મા એક્સપર્ટ. સાગરના પિતાજી શ્યામજીભાઈ મોટા બિઝનેસમેન.અમદાવાદમાં જ એમની મોટી કંપની. કંપનીમાં નાના મોટા થઈને આશરે કુલ બસો પચાસ માણસો. ટર્નઓવર પણ ખૂબ મોટું. ખૂબ જ રૂપિયા ભેગા કર્યા હતા.પણ રાતોરાત કરોડપતિ બન્યા ન હતા. એના માટે શ્યામજીભાઈ એ જીવનના અમૂલ્ય વર્ષો આપ્યા હતા.પોતાની આગવી સૂઝબૂઝ ,ધગશ અને મેહનતથી આ મુકામ પર પહોંચ્યા હતા. પણ તેમણે ક્યારેય સાગરના સંસ્કાર ને પૈસાથી તોલ્યા