હવનકુંડી

  • 2.7k
  • 1k

*હવનકુંડી*(વાર્તા) હેમાળાનો વાયુ દાંતને કડકડાતો હતો, તો ઉદરતૃપ્તી માટે મા શાકભંરીદેવીની કૃપા પણ પાથરી દેતો હતો. દેતવા પર શેકેલાં રીંગણનો ઓળો, ને ચૂલાના ભડભડ તાપમાં તપેલા રોટલાનો એક કોળીયો સ્મિતાએ મોંમાં મૂક્યો. 'આહા...આહા.. શું ભૂજાયેલ સ્વાદ જીહ્વા પર આવ્યો... ' બીજો કોળીયો પણ લેવા ગઈ ત્યાં મોબાઈલ રણક્યો. કોઈ અજાણ્યો નંબર હતો. આ રોજનું હતું. જમતી હોય કે સૂતી હોય.. સ્મિતા કાયમ પોતાની પાસે જ મોબાઈલ રાખતી. ગમે ત્યારે ઈમર્જન્સી આવે. પહેલી રીંગે જ ફોન રીસીવ કરી લીધો. " કેમ છો સ્મિતા.., ? " અપેક્ષા બહાર સામેથી પ્રતિસાદ મળ્યો. " હલ્લો ! ડોક્ટર સાહેબ... મારી.." આવા શબ્દો સાંભળવા ટેવાયેલી સ્મિતાનાં