ભાષા આપણું અભિન્ન અંગ

  • 2.7k
  • 1.2k

ભાષા: આપણું અભિન્ન અંગ “ભાષા” શબ્દ ભાષ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પૃથ્વી પરના તમામ જીવોથી અલગ પડતું જીવ છે ‘માનવ.’ ન્યુકેસલ યુનીવર્સિટીના ભાષાશાસ્ત્રી મેગી ટોલરમેન તો એમ કહે છે કે, “ મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે જેની પાસે ભાષા છે અને એ જ આપણને બધાં પ્રાણીઓથી અલગ પાડે છે. ભાષાનાં માધ્યમથી વાતચીત કરવાની ક્ષમતા ઉત્ક્રાંતિ (Evolition) માં એક મહત્વનો પડાવ માનવામાં આવે છે.” કેમ્બ્રિજ યુનીવર્સિટીના માનવ ઉત્ક્રાંતિના પ્રોફેસર અને નૃવંશશાસ્ત્રી રોબર્ટ ફોલી જણાવે છે કે, “આપણને મનુષ્ય બનાવનારી કેટલીય સંકુલ બાબતોમાંથી એક બાબત “ભાષા” છે !” ભાષા એક એવું માધ્યમ છે કે એકબીજા વ્યક્તિને જોડીને રાખે છે.