*પ્રેમ ગોષ્ઠિ* એક છાપામાં કટાર લેખકની ટૂંકી સત્યકથા પર આધારિત વાર્તા વાંચીને અને પ્રેરાઈને હું મારા મનના વિચારો માંડું છું. કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ પર ટીકા ટીપણી કરવાના હેતુથી મારા વિચારો કહેતો નથી. મહેરબાની કરીને કોઈએ ગેરસમજ ન કરવી. શાળામાં અમે ભણતા હતા ત્યારે એક વાર્તા અમે વાંચી હતી.એક ગામમાં ૫-૬ અંધજનો એક બીજાનો હાથ પકડી ચાલતા હતા.રસ્તામાં છોકરાઓ બૂમબરાડા પડતા હતા, " હાથી આવ્યો. હાથી આવ્યો " અંધજનોને કુતુહલ જાગી કે હાથી કેવો છે.? એક અંધજને હાથીના પૂંછડીને સ્પર્શ કર્યો તો એ કહે હાથી પૂંછ જેવો છે,બીજા અંધજને કાનને સ્પર્શ કરતા બોલ્યો કે હાથી સૂપડા જેવો