હેપી હોમ

  • 9.3k
  • 1
  • 3.2k

પ્રકરણ ૧"શ્રીમતી ફિલા મર્ચન્ટ, દરેક સમયે, તમને બે વસ્તુ સ્પષ્ટપણે યાદ રાખવી પડશે. એક, તમે કેટલા પણ યોગ્ય સોશિયલ વર્કર અને બાળકોના કાઉન્સલર હશો, પણ અહીં તમારી કુશળતાની આવશ્યકતા નથી. તમારી જવાબદારી અનાથાશ્રમમાં અન્ય બીજા વોર્ડન જેવી જ રહેશે."મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે વરિષ્ઠ મેટ્રન, કલ્યાણી પાટીલ મને આટલી સખ્તાઇથી, આવી વિચિત્ર વાત શા માટે કરી રહી હતી. હેપ્પી હોમ અનાથાશ્રમમાં તે માત્ર મારો પ્રથમ કલાક હતો, અને મને આવો આઘાતજનક આવકારો મળ્યો.પણ મને તરત જ સમજાયું, કે આટલું જ નહોતું. અમારી આસપાસની હવા તેના સત્તાધિકારી અવાજ જેટલી ભારી થઈ ગઈ, કારણ કે કલ્યાણી પાટીલના શબ્દોનો વાર હજી બાકી