મધરાત થવા આવી હતી પણ વિવાનની આંખમાં નિદ્રારાણીના આગમનની કોઈ નિશાની જણાતી નહોતી. કલર્સ ઓફ લાઈફનું પહેલું પ્રકરણ વાંચીને જ વિવાન વિચારે ચઢી ગયો હતો. આ કામ જાણભેદુ સિવાય કોનું હોય શકે ? પણ, એ જાણભેદુ કોણ? પોતાની જિંદગીના આ પાનાં તો સાવ ગોપનીય હતા. એમાં ડોકિયું કરવું એટલે પોતાના મનમાં ડોકિયું કરવું. વિવાને મનને પજવતાં વિચારોથી પીછો છોડાવવો હોય તેમ બાલ્કનીમાં જઈ સિગરેટ જલાવી. આજનો અધ્યાય અહીં જ સમાપ્ત.. કાલે તો એક જરૂરી બિઝનેસ મિટિંગ પણ છે. વિવાને વિચાર્યું. વિવાનના પુસ્તકો સોનાની ખાણ સાબિત થઇ રહ્યા હતા એનો ફાયદો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ લેવો હતો. જૂના પુસ્તકોના રાઈટ માટે એક